સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st December 2017

જૂનાગઢમાં ઇગ્લીશ દારૂની ૧૧ બોટલ સાથે ઝડપાયો

જુનાગઢ તા. ૧ :.. જૂનાગઢ રેન્જ આઇજીપી શ્રી રાજકુમાર પાંડીયનને દારૂ - જૂગારની પ્રવૃતિ સપ્તહાથે ડામી દેવા જારી કરેલ આદેશના પગલે મળેલ બાતમીના આધારે આરઆરએલના પીએસઆઇ ડી. બી. પીઠીયા ગીરૂભા વાઘેલા સાજીદખાન પદુભા ચુડાસમા તથા ઉમેશભાઇ વેગડા જીજ્ઞેશભાઇ, નાગાભાઇ સહિતના સ્ટાફે  ઝાંઝરડા રોડ એકતા પાનવાળી ગલીમાં રહેતા હિરેન અરવિંદ જોષીના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૧ કિ. રૂ. ૪૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પુછપરછ દરમ્યાન આ દારૂ તેમણે ખીમો ઉર્ફે ટીણી રબારી ગાંધીગ્રામવાળા પાસેથી  લીધો હોવાનું જણાવતા આ બન્ને વિરૂધ્ધ બી. ડીવીઝન પો. સ્ટે. માં કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:55 am IST)