સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st December 2017

સાંજે ખોરાસા ગીરમાં હાર્દિક પટેલની સભા

માળીયાહાટીના તા.૧: વિધાન સભાની ચુંટણીને અનુલક્ષીને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આજે શુક્રવારે સભા ગજવવા માટે માળીયા હાટીના તાલુકાના ખોરાસાગીર ગામે સાંજે ૬ વાગે આવી રહ્યા છે.

ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમા હાર્દીક પટેલ સભાને સંબોધશે તેમ માણીયાના પાસના કન્વીનર બુટાણીની યાદી જણાવે છે. ખોરાસાગીરના પાટીદાર આગેવાન માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ આષીસભાઇ લાડાણી સરપંચ નૈયનાબેન લાડાણી અને પાસના આગેવાનો તડામાર તૈયારી કરે છે.

હાર્દિક પટેલના સ્વાગત માટે પણ પાસના આગેવાનોમાં અનેરો થન ગનાટ જોવા મળે છે.

સરપંચ નૈયનાબેન લાડાણી-આશીસભાઇ લાડાણી ગામડે ગામડા ખુંદી રહ્યા છે.

આમ હાર્દીક પટેલને જબર જસ્ત આવકાર મળી રહ્યો છે.

 

(11:52 am IST)