સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st October 2022

વેરાવળમાંથી ૭.૪ર લાખનો ચરસનો જથ્‍થો ઝડપાયો

સુનીલ ગોહેલની પ કિલોના પ પેકેટ સાથે ધરપકડઃ ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યવાહી

વેરાવળ, તા., ૧: વેરાવળમાંથી એસઓજી ટીમ ગીર સોમનાથ પોલીસે  દરોડો પાડીને એક શખ્‍સને પ પેકેટ ચરસના જથ્‍થો સાથે ઝડપી પાડયો છે.
જુનાગઢ વિભાગના (ઇ.ચા.) નાયબ પોલીસ મહાનીરક્ષક નિલેશકુમાર જાજઠીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓ તરફથી યુવાધનને નાર્કોટીકસના રવાડે ચઢતા અટકાવવા અને ગાંજા/ ચરસની બદી સદંતર નાબુદ કરવા માટે એન.ડી. પી.એસ.ના કેસો શોધી કાઢવા સુચના આપી હતી.
ગીર સોમનાથ એસ.ઓ.જી. ના નવનિયુકત ઇન્‍ચાર્જ  પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી એ.બી. જાડેજા તથા એસ.ઓ.જી. પો. સબ. ઇન્‍સ. આર. એચ. મારૂ તથા એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો ગીર સોમનાથ જીલ્લામા ગેરકાયદેસર કેદી માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા સતત પ્રયત્‍નશીલ હોય અને તા. ૩૦-૦૯-ર૦૦ર ના રોજ નવરાત્રી તહેવાર સબબ પેટ્રોલીંગ દરમ્‍યાન એ.એસ.આઇ. નરવણસિંહ ગોહીલ તથા ગોવિંદભાઇ વંશને ખાનગી રહે. મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે વેરાવળ સીટી પોલીસ ઇન્‍સ. એસ.એમ. ઇશરાણી તથા એસ.ઓ.જી. ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. તથા પો. સ.ઇ. તથા તેઓની એસ.ઓ.જી. ટીમ સાથે બાતમી હકિકત મુજબ વેરાવળ ખરારાકુવા બારીબાર બંદર વિસ્‍તારમાં રેઇડ કરતા માદક પદાર્થ ચરસનું ગે. કા. વેચાણ કરતા સુનીલ ચુનીલાલ  ગોહેલ જાતે ખારવા ઉ.વ.રપ રહે. વેરાવળ ગીતાનગર -૧ તા.વેરાવળ જી.ગીર સોમનાથ  વાળાએ પોતાના જુના મકાને સીડી પાસેથી માદક પદાર્થ ચરસના પેકેટો નંગ પ કુલ વજન ૪.૯પર  કીલો ગ્રામ કીંમત રૂપીયા ૭,૪ર,૮૦૦ ના એન.ડી.પી.એસ.ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી તેના વિરૂધ્‍ધ એસઓજી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી એ.બી.જાડેજા સા.એ ફરીયાદ રીપોર્ટ આપી વેરાવળ સીટી પોલીસ સ્‍ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્‍હો રજી. કરાવી અગળની તપાસ વેરાવળ સીટી પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે.
 આમ ઉપરોકત માદક પદાર્થ ચરસના કેસની કામગીરીમાં એસઓજી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. એ.બી.જાડેજા, સા. તથા પો.સ.ઇન્‍સ. શ્રી આર.એચ.મારૂ સા. તથા વેરાવળ સીટી પો.ઇન્‍સ. એસ.એમ.ઇશરાણી સા. તથા એ.એસ.અઇ. નરવણસિંહ ગોહીલ તથા ગોવિંદભાઇ  વંશ તથા લખમણભાઇ ડી. મેતા તથા કેતનભાઇ પી.જાદવ તથા ઇબ્રાહીમશા બી.બાનવા  તથા મુકેશભાઇ ટાંક તથા વિજયભાઇ બોરખતરીયા તથા ગોવિંદભાઇ રાઠોડ તથા નારણભાઇ ચાવડા તથા પો.હેડ કોન્‍સ. સુભાષભાઇ પી.ચાવડા તથા કમલેશભાઇ જે.પીઠડીયા તથા પો.કોન્‍સ. મેહુલસિંહ પી.પરમાર તથા વુ. પો.હેડ કોન્‍સ. અસ્‍મિતાબેન ચાવડા તથા ડ્રા.એ.એસ.આઇ. ભુપતગીરી મેઘનાથી એ રીતેના આ કામગીરીમાં મદદમાં રહેલ હતા.

 

(3:54 pm IST)