સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st October 2022

મુંબઇમાં સ્‍થિત રિપબ્‍લિક ઓફ પોલેન્‍ડના કોન્‍સ્‍યુલ જનરલ ડેમિયન ઇર્ઝિકે સૈનિક સ્‍કૂલ બાલાચડી, જામનગરની મુલાકાત લીધી

જામનગર : મુંબઈમાં સ્‍થિત રિપબ્‍લિક ઓફ પોલેન્‍ડના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી ડેમિયન ઇર્ઝિકે  સૈનિક સ્‍કૂલ બાલાચડીની મુલાકાત લીધી હતી. મુખ્‍ય મહેમાનનું તેમના આગમન પર સૈનિક સ્‍કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મુખ્‍ય અતિથિ શ્રી ડેમિયન ઇર્ઝિકે શૌર્ય સ્‍તંભ-શહીદોના યુદ્ધ સ્‍મારક પર પુષ્‍પાંજલિ અર્પણ કરી. તેમણે ૧૯૮૭જ્રાક્રત્‍ન પોલેન્‍ડના તત્‍કાલિન ઉપાધ્‍યક્ષ દ્વારા સ્‍થાપિત તકતીને પુષ્‍પ અર્પણ કરીને આદરભાવ વ્‍યક્‍ત કર્યો હતો. ત્‍યારબાદ તેમને ધોરણ-૭ ના કેડેટ ધ્રુવિલ મોદી દ્વારા સેન્‍ડ મોડલ દ્વારા સ્‍કૂલ અને તેની આસપાસના વિસ્‍તાર વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે એક ખાસ એસેમ્‍બલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં કેડેટ નીલ પટેલ અને કેડેટ પ્રણવ પાંડેએ મુખ્‍ય મહેમાન વિશે સંક્ષિપ્ત પરિચય આપ્‍યો હતો. ત્‍યારબાદ સામાજિક વિજ્ઞાન વિભાગના અધ્‍યક્ષ રાગેશ પી.આરએ પોલેન્‍ડ સાથેના ભારતના પ્રેમભર્યા સંબંધો અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્‍ડના બાળકોને જામ સાહેબજી દ્વારા આપવામાં આવેલ આશ્રય વિશે પ્રેઝન્‍ટેશન અને વીડિયો દ્વારા માહિતગાર કર્યા હતા. મુખ્‍ય અતિથિએ આભાર માન્‍યો હતો. તેમણે ૨૦૧૮ માં તેમની પ્રથમ મુલાકાત દરમિયાન સૈનિક સ્‍કૂલ બાલાચડી સાથે જોડાયેલી તેમની યાદો શેર કરી. અંતે જયાં મૂળ પોલિશ કેમ્‍પ સ્‍થાપિત કરવામાં આવ્‍યો હતો તે સ્‍કૂલ કેમ્‍પસ અને રહેણાંક વિસ્‍તારના વિન્‍ડશિલ્‍ડ પ્રવાસ સાથે આ કાર્યક્‍મ સમાપ્ત થયો હતો.

(1:44 pm IST)