સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st October 2022

રાજુલાના માંડલ ગામે પોલીસની અરજી મુદ્દે મારમારીને ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧ : રાજુલા તાલુકાના મંડળ ગામે વાલજી નાનજીભાઇ વાળા પોલીસમાં અરજીઓ કરતા હોય જેનું મનદુઃખ રાખી વિનુ બાલાભાઇ વાળા ઉ.૩ર ને વાલજી આતુભાઇ નાનજી આતુભાઇ જીવણ માયાભાઇ કિરીટ નાનજીભાઇ વાળા, ગોવિંદ કાનાભાઇ, પુષ્પાબેન હિરાભાઇ, સંતોકબેન માવજીભાઇ, મુકતાબેન માવજીભાઇ સહિતે ગેરકાયદેસર મંડળી રચી પાઇપ, કુહાડી અને લાકડી વડે મારા મારી હાથે પગે અને શરીરે નાનીમોટી ઇજાઓ કરી ગાળોબોલી ધમકી આપ્યની ડુંગર પોલીસમં ફરીયદ નોંધવી છે.

ધમકી

રજુલ તલુકન ધારેશ્વર સીમમા લાલજીભાઇ ગુણવંતભાઇ સોજીત્રા ઉ.૪૦ ના ખેતરના શેઢાનો ખાંભો જયસુખ શંભુભાઇ, શંભુ લક્ષ્મણભાઇ સોજીત્રાએ ફેરવેલ હોય જેથી તેમને સમજાવવા જતા જયસુખ શંભુભાઇએ લોખંડના હાથા વાળા ધારીયાનો ઉંધો ઘા માથામાં તથા હાથે પગે મારીને શંભુ લખમણભાઇ સોજીત્રાએ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ધમી આપ્યાની રાજુલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

મોત

ખાંભા તાલુકાના દાઢીયાળી ગામની સીમમાં બચુભાઇ ગોપાલભાઇ વરીયાની વાડીમાં ભાગીયું રાખેલ હોય ત્યાં જગુભાઇ ગોલણભાઇ મોથ ચાલીને જતા હતા તરે અચાનક સર્પે દંશ મારતા દવાખાને સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું અમરૃભાઇ એભલભાઇ ઝાઝડાએ ખાંભા પોલીસમાં જાહેર કરેલ છે.

રાજુલા તાલુકાના વાવેરા રોડ ધારેશ્વર ગામના પાટીયા પાસે બાઇક જીજે ૦પ એએ૦પ૯પ સુરેશ ગોપાલભાઇ ઝીંઝુવાડીયા રહે. રાજુલાવાળાએ પુરઝડપે અને બેફીકરાઇથી બાઇક ચલાવી કાબુ ગુમાવી પાછળ બેઠેલા રમેશભાઇ બોઘાભાઇ ગુજરીયા ઉ.૪પ વાળાને બાઇક ઉપરથી પછાડી દઇ નાક, કાન અને મોઢા ઉપર નાની મોટી ગંભીર ઇજાઓ કરતા સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજાવ્યાની ધીરૃભાઇ બોઘાભાઇ ગુજરીયાએ રાજુલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે

(1:33 pm IST)