સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st October 2019

બપોર બાદ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ : ખેડૂતોના ચિંતાની લાગણી

કપાસના છોડ પર આવેલા ઝીંડવા તથા ફાલ ખરી પડ્યો :મગફળી, અને બાજરીના પાક પર ખતરો:

અમરેલીઃ રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે પડતા મહેરબાન થયા છે. આસો મહિનાની શરૂઆતમાં પણ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આજે બપોર પછી સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારો ગાધકડા, લીખાળા, ખડસલી સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થઈને ઉભેલા મગફળી, બાજરી, કપાસના પાક પર ખતરો ઉભો થયો છે. મગફળીનો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે તો કપાસના છોડ પર આવેલા ઝીંડવા તથા ફાલ ખરી પડ્યો છે.

(11:10 pm IST)