News of Monday, 1st October 2018
ઉનાના ખાપટ ગામે શિકારની શોધમાં નીકળ્યા સિંહ :ગાયના મારણને ઊંચકી દીવાલ કૂદીને ભાગ્યો :તસ્વીર કેદ
ઉનાના ખાપટ ગામે રાત્રીના સમયે શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો. આ ઘટના મોબાઇલ કેમેરામાં કેદ કરાઇ છે. ગાયના મારણને ઊંચકીને દીવાલ ન કૂદી શકતા સિંહ રસ્તા ઉપરથી વાડીની દીવાલ કૂદીને જતો રહે છે.
જો કે આ વિસ્તારને સિંહોએ પોતાનો કાયમી ગઢ બનાવી લીધેલો છે અને આજુબાજુના વિસ્તારમાં જ કાયમી વસવાટ કરે છે.તેવું ગામલોકો જણાવે છે
(6:23 pm IST)