સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 1st August 2021

ખંભાળિયામાં પોલીસ પરિવારો માટે જીમની વ્યવસ્થા : DySP સહિત અધિકારીઓ જીમમાં પાડી રહ્યાં છે પરસેવો

કોરોના કાળમાં આ કસરત અનેક લાભ આપશે અને ઇમ્યુનિટી વધારવા મદદ કરશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પોલીસે એક અનોખો પ્રયોગ કર્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ત્યાં રહેતા પોલીસ પરિવારો અને પોલીસ અધિકારીઓ માટે જીમની વ્યવસ્થા કરવામાં આવી છે. શારીરિક રીતે તૈયાર રહેવા માટે જીમમાં પોલીસ જવાનો સહિત DySP કક્ષાના અધિકારીઓ પણ પરસેવો પાડી રહ્યા છે. જીમને અત્યાધુનિક રીતે તૈયાર કરી દરેક સાધનો વસાવવામાં આવ્યા છે. ટાટા કંપનીના સહયોગથી પોલીસ જીમની શરૂઆત કરવામાં આવી છે.

પોલીસ જવાનોની સખત મહેનત તેમજ અનેક શારીરિક કસોટીને પાર કરી પોલીસ બન્યા હોય છે. પરંતું પોલીસ તરીકેને મહત્વની જવાબદારી મળતાની સાથે જ અનેક જવાનો પોતાના શરીર પર ધ્યાન આપી શકતા નથી. દિવસેને દિવસે શારીરિક તેમજ માનસિક થાકનો અનુભવ કરતાં હોય છે તો કેટલાય પોલીસ જવાનો લાંબાગાળે શરીરને ફિટ રાખવા કોઈ પગલાં ભરતા નથી અને આથી જ તેઓ શારીરિક રીતે પહેલાંની જેમ કામ અને દોડધામ કરી શકતા નથી. માટે જ પોલીસ જવાનો માટે જીમ ખૂલી મોટા અધિકારીઓ તેમના કામનું ભારણ તેમજ હળવાશ અને સાથે ફિટ રહેવા જવાનોને આ રીતની સુવિધા પૂરી પાડી રહ્યા છે.

  પોલીસ સ્ટાફ કસરત કરી શારીરિક ફિટ રહેવાનો મંત્ર આપી રહયા છે. જીમ આવતા પોલીસ જવાનોનું કહેવું છે શારીરિક રીતે સશક્ત હોવાના અનેક લાભ છે અને તેનાથી માનસિક થાક પણ ઉતરી જાય છે. સાથે પોલીસની પર્સનાલિટીમાં પણ વધારો થવાની વાત કરી રહ્યા છે. કોરોના કાળમાં આ કસરત અનેક લાભ આપશે અને ઇમ્યુનિટી વધારવા મદદ કરશે.

 

(10:03 pm IST)