સિંહ-સિંહણનું કપલ જંગલમાં વિહરતુ જોવા મળતા વન વિભાગના અધિકારી સુશાંત નંદાએ સોશ્યલ મિડીયામાં વિડીયો શેર કરીને લખ્યુ વીકેન્ડનો આનંદ માણતા શીખો
નવી દિલ્હી : કોરોના કાળ તમામ લોકો પોતાના ઘરમાં કેદ છે વીકેન્ડસ પર બહાર ખાવા-પીવા અથવા ફરનારા લોકો પણ ચુપચાપ પોતાના ઘેર બેઠા છે. કેટલાક રાજયોમાં તો વીકેન્ડ પર કડક લોકડાઉનનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે એવામાં અમે તમને રોયલ કપલનો એક વીડીયો દેખાડી રહ્યા છીએ. જે જોઇને તમને તમારા સુંદર દિવસો યાદ આપી જશે અને ફરવા જવાનું મન પણ થશે.
અજબ-ગજબ સમાચારની સીરીઝમાં સિંહ-સિંહણનો આ વીડીયો તમરો દિવસ બનાવી દેશે. આ વીડીયો વન વિભાગના અધિકારી સુસાંત નંદાએ સોશિયલ મીડીયા પર શેર કર્યો છે. આ વિડીયો તેમણે જાતે નથી બનાવ્યો પરંતુ ઓલીવર ક્રેડીડ આપી છે. જો કે, સુસાંત નંદાએ આ સુંદર વીડીયોના કેપ્શનમાં ખુબ જ શાનદાર લખ્યું છે. વીકેન્ડ ટ્રિપ પર રોયલ કપલ આ વિડીયોમાં સિંહ-સિંહણનું એક કપલ જોવા મળી રહ્યુંછે. જે દુનિયાની વાતોથી દુર પોતાનામાં ખોવાયેલા જોવા મળે છે.
જંગલના રાજા-રાણી સિંહ-સિંહણ આ વીડીયોમાં ઘણા સારા મુડમાં જોવા મળી રહ્યા છે. નાના પર્વતોને કુદતા બંને એક ધોધની નજીક કોઇ જગ્યા પર છે. તળાવમાંથી પાણી પીતા બંને ઠંડા વાતાવરણની મજા લઇ રહ્યાં છે. ત્યારબાદ એક ઉંચા ટેકરા પર બેસીને બંનેએ રોમાન્સ પણ કર્યો આ વીડીયો કોઇ ફિલ્મી લવ સ્ટોરથી ઓછો નથી. માત્ર એક કલાકમાં આ વીડીયો ર.૮ હજારથી વધારે લોકો જોઇ ચુકયા છે આ સુંદર વીડીયો અને રોયલ કપલની અદાઓ જોઇ ખરેખર તમને પણ વીકેન્ડને શાનદાર બનાવવાનું મન થઇ રહ્યું હશે.