News of Saturday, 1st August 2020
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પોણા બે ઇંચ : મેંદરડામાં પોણો ઇંચ વરસાદ
જુનાગઢ :::જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે મેંદરડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કેશોદ, માળીયાહાટીના, અને વંથલીમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડ્યા છે.
બપોરે ૨થી ૪ દરમિયાન વિસાવદરમાં એકાએક વરસાદ શરૂ થયો હતો અને ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
(4:07 pm IST)