સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

કોરોનાના કારણે જામનગરમાં વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિરે એક સપ્તાહ ભાવિકો માટે દર્શન બંધઃ આજે મંદિરનો ૫૭માં વર્ષમાં પ્રવેશ

જામનગરઃજામનગરનું વિશ્વવિખ્યાત બાલા હનુમાનજી મંદિર આજથી એક અઠવાડિયા માટે દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ આ બાલા હનુમાનજી મંદિર આજે ૫૬ વર્ષ પુરા કરી ૫૭ વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે જામનગરમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને લોકલ સંક્રમણ વધી રહ્યું છે તેવા સમયે બાલા હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આજથી ૮ ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્વની વાત એ છે કે આજે આ બાલા હનુમાન મંદિર૫૭માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ત્યારે જ દર્શનાર્થીઓ માટે બાલાહનુમાન મંદિર બંધ કરવામાં આવ્યું છે.(અહેવાલઃમુકુંદ બદિયાણી ) (તસવીરઃકિંજલ કારસરીયા,જામનગર)(

(1:21 pm IST)