સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

જાફરાબાદના લાઇટ હાઉસ પાસે ૩ વર્ષના બાળકને ઉઠાવી જવા દિપડાનો પ્રયાસ

રાજુલા,તા.૧: જાફરાબાદ લાઇટ હાઉસ નજીક વાડીમાં  કાલે રાત્રીના આઠ કલાકે દિપડો આવી ચડ્યો વાડીમાં રમતા ત્રણ વર્ષના તોકીર જાવેદભાઇ સોરઠીયાને પકડી વીસ ફુટ ઢસડી ગયો. બુમાબુમ થતાં પરિવાર જનો દિપડા પાછળ દોડ્યા અને આખરે દિપડો આ બાળકને છોડી નાસી છૂટ્યો હતો.

પેટના ભાગે દિપડાના નોર વાગી જતા આ બાળકને રાજુલા સિવીલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઇ આવેલ છે.(

(12:55 pm IST)