News of Saturday, 1st August 2020
દિલીપ સંઘાણી દ્વારા ખરા ટાણેજ ખાતરનો પુરવઠો ફાળવતાં ખેડૂતો ખુશખુશાલ
ગુજકો માસોલ ચેરમેન - ઇફકોનાં વાઇસ ચેરમેનનો આભાર માનતા સહકારી અગ્રણી જય મસરાણી
અમરેલી તા. ૧ :.. ગુજકો માસોલનાં ચેરમેન અને ઇફકોનાં વાઇસ ચેરમેન ત્થા ખેડૂત નેતા દિલીપભાઇ સંઘાણીએ જરૂરીયાતનાં સમયે જ ખાતરનો પુરવઠો ફાળવતાં અમરેલી જીલ્લાનાં સહકારી આગેવાન જય મસરાણીએ દિલીપભાઇ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.
ગુજકો માસોલના ચેરમેન, ઇફકોના વાઇસ ચેરમેન - ખેડૂત નેતા દિલીપ સંઘાણી દ્વારા ખેતી પાકને જરૂરતના સમયે જ યુરિયા ખાતર સરળ અને સમયસર ફાળવતા અમરેલી જીલ્લાના ખેડૂતો દ્વારા સંઘાણીની સમયસરની પ્રશંસનીય કામગીરીને બિરદાવી આભાર વ્યકત કર્યો હતો. તેમ યુવા સહકારી અગ્રણી જય મસરાણીએ જણાવેલ છે.
(1:11 pm IST)