સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

પડધરીના તરઘડી નજીકથી રૂ.પ.૮૪ લાખના દારૂ સાથે ૪ શખ્સો ઝડપાયા

રાજકોટ, તા. ૧ : રાજકોટ જીલ્લાના પડધરીના તરઘડી નજીકથી પોલીસે રૂ. પ.૮૪ લાખના દારૂ સાથે ૪ શખ્સોની ધરપકડ કરી છે.

ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાની સુચના મુજબ ના.પો.અધિ. ગોંડલ વિભાગ પી.એ. ઝાલા તથા સર્કલ પો.ઇન્સ. એચ.જી. પલ્લાચાર્યએ દારૂ તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એમ.જે. પરમાર સાથે પડધરી પોલીસ સ્ટેશનના સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં.

તે દરમ્યાન તરઘડી રાધે કાઠીયાવાડ હોટલ પાછળ કારખાના વિસ્તારમાં આરોપી કમલેશકુમાર ગુર્જર રહે. જીલ્લા ગામ તા. નીમકાથાણા જી. સીકર રાજસ્થાન મો.નં. ૯પ૮૮૦ ૪રર૮ર વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા કારખાનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે સંગ્રહ કરી રાખેલ હોય જેથી સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા કારખાનામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ સાથે ચાર આરોપી પકડી તમામ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસે પપ્પુભાઇ રમશ્વરભાઇ ગુર્જર જાતે-ગુર્જર ઉ.વ.૪પ ધંધો મજુરી રહે. હાલ વસત વિહાર એપાર્ટમેન્ટ વર્ધમાનનગર એસ.આર.પી. કેમ્પ ગ્રુપ-૧૩ સામે રાજકોટ મુળ રહે. ન્યોરણા ગામ તા. નીમકાથાણા જી. સીકર રાજસ્થાન મો.નં. ૮૦૦૦૩ ૦૬૭૦૬, ખજુરામ પ્રસાદરામ ગુર્જર જાતે-ગુર્જર ઉ.વ.૩૮ ધંધો મજુરી રહે. હાલ વસત વિહાર એપાર્ટમેન્ટ વર્ધમાનગર એસ.આર.પી. કેમ્પ ગ્રુપ-૧૩ સામે રાજકોટ મૂરળ રહે. જીલલો ગામ તા. નીમકાથાણા જી. સીકર રાજસ્થાન મો. નં. ૯પ૭૧૬ ૬૦૬પ૪, મુકેશભાઇ માલારામ ગુર્જર જાતે-ગુર્જર ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે. હાલ વસત વિહાર એપાર્ટમેન્ટ વર્ધમાનગર એસ.આર.પી. કેમ્પ ગ્રુપ-૧૩ સામે રાજકોટ મૂળ રહે. ભુરી ભડાજ ગામ તા. કોટપુતલી જી. જયપુર રાજસ્થાન મો.નં. ૯૭૮૩૭ ૭૧૧ર૧, રાજેન્દ્રપ્રસાદ રામેશ્વરલાલ ગુર્જર જાતે-ગુર્જર ઉ.વ.ર૮ રહે. હાલ વસત વિહાર એપાર્ટમેન્ટ વર્ધમાનગર એસ.આર.પી.  કેમ્પ ગ્રુપ-૧૩ સામે રાજકોટ મૂળ રહે. સુહાનીઢાગી તા. નીમકાથાણા જી. સીકર રાજસ્થાન મો.નં. ૭૭૪રપ ૩૦પ૭૪ની ધરપકડ કરી છે.

આ કામગીરી પડધરી પો.સબ ઇન્સ. એમ.જે. પરમાર, એ.એસ.આઇ. ભગીરથસિંહ જાડેજા, પો.હે.કો. ધર્મેશભાઇ પરમાર, પો.હે. કોન્સ. ફીરોજભાઇ દાદમહમદભાઇ, પો.કોન્સ. જયેન્દ્રસિંહ મહીપતસિંહ, પ્રભાતભાઇ મૈયડ, વશરામભાઇ સવસીભાઇ, દશરથસિંહ જાડેજા, સંજયભાઇ બાભવા, સંજયસિંહ જાડેજાએ કરી છે.

(12:53 pm IST)