સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

મોરબીમાં મોટર સાયકલ પાર્કિંગ બાબતે અનીશ પીઠડીયાની હત્યા

ઘાંચી શેરીમાં જાબીર સીદીકભાઇ પીલુડીયાએ છરીના ઉપરા-છાપરીમાં ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો

મોરબી,તા.૧: મોરબીની ઘાંચી શેરીમાં ગત રાત્રીના પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીની ઘાંચીશેરીમાં ગત રાત્રીના વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ અનીશ રફીકભાઈ પીઠડીયા નામના યુવાનને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.ધટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક અનીશના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં મરણ જનાર અનીશના ભાઈ સકીલ રફીકભાઈ પીઠડીયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાને ફરિયાદી સકીલ પીઠડીયાના ભાઈ અનીશને ઘર પાસે મોટર સાઈકલ રાખવા બાબતે બોલાચાલી થતા આરોપી જાબીરએ મરણ જનાર અનીશભાઈને ગાળો આપી ઉશકેરાઈ જઈ મરણ જનાર અનીશને આડેધડ છરીના ઘા મારી જીવલેણ હુમલો કરી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)