સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

ફરજ સાથે સેવા : ભેંસાણની ત્રણ મહિલા પોલીસનું માનવતાવાદી અભિગમ

ખંભાળિયા ગામમાં સીમમાં કુવામાં ઝંપલાવી આપઘાત કરનાર મહિલાની અઢી માસની બાળકીને બે દિ' સુધી મહિલા પોલીસ કર્મીઓએ સારસંભાળ રાખી

જૂનાગઢ,તા. ૧: જૂનાગઢના ભેંસાણ પંથકમાં કુવામાં ઝંપલાવી આપઘાત કરનાર મહિલાની અઢી માસની બાળકીને બે દિવસ સુધી મહિલા પોલીસકર્મીઓએ સારસંભાળ રાખી પોલીસ દ્વરા સરાહનીય કામગીરીનું ઉતમ ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારના ખંભાળિયા ગામ ખાતે સીમમાં ધીરુભાઈ રફાળિયાની વાડીમાં રહી, મજૂરી કામ કરતા હિતેશભાઈ સોમાભાઈ નિનામાં, કે જેઓ મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડલી ગામના રહેવાસી છે, તેના પત્નિ મનીષાબેન હિતેશભાઈ નિનામાં આદિવાસીએ પોતાની અઢી માસ પહેલા સુવાવડ આવેલ હોઈ, સિઝેરિયન ઓપરેશન કરાવતા, ટાંકા દુખાવો થતો હોય, તેનાથી કંટાળી, તા.ઙ્ગ ૩૦જુલાઇના રોજ વાડીના કૂવામાં પડી, આપઘાત કરેલ હતો. આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરીને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ.જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી..

ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામ ખાતે સીમમાં રહી, મજૂરી કામ કરતા હિતેશભાઈ સોમાભાઈ નિનામાં, કે જેઓ મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડલી ગામના રહેવાસી હોઈ, મરણ જનાર તેના પત્નિ મનીષાબેન હિતેશભાઈ નિનામાં આદિવાસી, તેને અઢી માસની નાની દીકરી પણ હોઈ, લાશને હોસ્પિટલ ખાતે રાખવામાં આવતા અને મરણ જનાર મનીષાબેનના માતા પિતા દાહોદ ખાતેથી આવવા રવાના થયેલ હોઈ, હિતેશભાઈ નિનામાં સારવારમાં રોકાયેલ હોઈ, અઢી માસની બાળકી નિરાધાર બની ગયેલ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ.જાડેજા, મહિલા પો.કો. ઉર્વીષાબેન રમેશભાઈ, પૂજાબેન સુરેશભાઈ, મનીષાબેન અરવિંદભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા મરાણ જનાર આદિવાસી મહિલાની સેવા બે અઢી માસની બાળકીને કોઈ સાર સંભાળ રાખે તેમ ના હોઈ, અઢી વર્ષની બાળકીને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ હતી. ત્યારબાદ ભેસાણ પોલીસ સ્ટેશનના ત્રણેય મહિલા પો.કો. ઉર્વીષાબેન રમેશભાઈ, પૂજાબેન સુરેશભાઈ, મનીષાબેન અરવિંદભાઈ પોતાના કવાર્ટર મા લઈ જઈ, અઢી માસની બાળકી માટે ઘોડિયાની વ્યવસ્થા કરી, નવરાવી કપડાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ઉપરાંત, મરણ ગયેલ મનીષાબેનની અઢી માસની બાળકી માટે બકરીનું દૂધ ગરમ કરીને પાવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી.

ભેસાણ તાલુકામાં મજૂરી કામ કરતા આદિવાસી યુવાન હિતેશભાઈ નિનામાં પર આવી પડેલ સંકટ સમયે જૂનાગઢ પોલીસ પોતાના પરિવારની ગેરહાજરીમાં પોતાના પરિવાર હોવાની પ્રતીતિ કરાવતા, આદિવાસી મજૂર યુવાન હિતેશભાઈ નિનામાં ભાવ વિભોર થયેલ હતો.

જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પણ આદિવાસી માસૂમ બાળકીને જૂનાગઢ પોલીસ દ્વારા સાર સંભાળ રાખી, પરિવાર માફક સેવા કરી, સેવા સાથે સુરક્ષાનું ઉત્ત્।રદાયિત્વ નિભાવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા વિશાળ હૃદય રાખી, માસૂમ બાળકીને નવરાવી, કપડાં અને બકરીનું ગરમ દૂધ પાઈ, ઘોડિયાની વ્યવસ્થા કરી, નોકરીની ફરજ સાથે સાથે સેવાનો અભિગમ રાખી,ઙ્ગ સુરક્ષા અપાવી, તેના પરિવાર સાથે મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરી, આના કારણે પોલીસ અને પ્રજા એકબીજાની નજીક આવે તેવા પ્રયત્નો કરવાની જૂનાગઢ પોલીસની સેવાકીય કામગીરીની જુનાગઢ વિસ્તારમાં ઠેરઠેર પ્રશંસા થઈ રહી છે.(

(11:47 am IST)