સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

ગોંડલના વેકરી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા

રાજકોટ, તા., ૧: ગોંડલ તાલુકાના વેકરી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વેકરી ગામે ચોરાના ચોકમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકાના પીએસઆઇ  ટી.એસ.રીઝવીના માર્ગદર્શન હેઠળ પો.કો. મહિપતસિંહ ચુડાસમા સહીતનો સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા બાબુ પાંચાભાઇ પટેલ, સંદીપ બાબુભાઇ લીલા, રાજુ છગનભાઇ શેઠ, સંજય કરશનભાઇ રાંક, રેનીશ કરશનભાઇ સોરઠીયા રે. તમામ વેકરી તેમજ અંકીત હરસુખભાઇ વોરા તથા ધર્મેશ સુરેશભાઇ ટીંબલીયા રે.બંન્ને ઉમરાળી તા.જેતપુરને રોકડા રૂ. ૧૪૮૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ તમામ સામે જુગારધારા ઉપરાંત કોરોના વાયરસ સંદર્ભના જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરાયો હતો.

(11:44 am IST)