સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

ધોરાજી તાલુકા રબારી સમાજ દ્વારા આવેદન : જુનાગઢના યુવકને ખોટી રીતે હેરાન કરાયોનો આક્ષેપ

ધોરાજી,તા.૧: ધોરાજી તાલુકા રબારી સમાજ દ્વારા રાજયના મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેકટર આવેદનપત્ર પાઠવી જુનાગઢ રબારી સમાજના યુવાન સંજયભાઈ હુણને જુનાગઢ પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે તે બાબતે ન્યાયની માગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

ધોરાજી તાલુકા રબારી સમાજના અગ્રણી હમીર ભાઈ ભારાઈના માર્ગદર્શન હેઠળ ખીમાભાઈ રામાભાઇ રબારી, ગોવિંદભાઈ ભારાઈ, જેનીલભાઈ જીવાભાઇ રબારી હિતેશભાઈ રબારી મેરામણભાઇ રબારી દેશુરભાઈ મકવાણા બટુકભાઈ વેગડી મેરામભાઈ રબારી વેજાભાઇ ભાડેર રાણાભાઇ વાવડી નાજાભાઇ ભુખી અરજણભાઈ કટારા વિગેરે ધોરાજી તાલુકાના રબારી સમાજના અગ્રણીઓએ રાજયના મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે જૂનાગઢ ખાતે રબારી સમાજના યુવા અગ્રણી સંજય ડોસાભાઈ હુંણ ને તાજેતરમાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેવું દર્શાવી તેમને સારવાર અર્થે જુનાગઢ એક આશ્રમમાં કોરોન્ટાઇન કરેલ જયાં ફરજ પરના તબીબ સાથે સંજયભાઈ વાત કરતા તબીબે જણાવેલ કે તમને કોઈ તકલીફ જેવું નથી હોમ કોરોન્ટાઇનઙ્ગ થવાની સાથે તમો જઈ શકો છો પછી ત્યાંથી પોલીસે સંજયભાઈને જવાની ના પાડી દીધી.

અને અગાઉ ફોજદારી કાર્યવાહી ચાલુ હોય જેમાં તમને જામીન મળેલ છે છતાં પણ સંજયભાઈ જણાવ્યું કે તમને જુનાગઢ પોલીસ ધમકાવે છે અને એન્કાઉન્ટરની ધમકી આપે છે જે બાબતે રબારી સમાજના યુવાનને આ પ્રકારે પોલીસ એન્કાઉન્ટરની ધમકી આપે તે વ્યાજબી ન ગણાય જેથી ધોરાજી તાલુકા રબારી સમાજના આગેવાનોએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી હતી.(

(11:43 am IST)