સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

ઉના તાલુકામાં અર્ધાથી એક ઇંચઃ રાવલ ડેમમાં પાણીની આવક વધતા ર દરવાજા ર ફુટ ખોલ્યા

ડેમ હેઠળના ૧૯ ગામોમાં લોકોમાં સાવચેત રહેવા તંત્રની સુચના

ઉના, તા., ૧: ઉના તાલુકામાં સતત ત્રણ દિવસ છુટાછવાયા ઝાપટા વરસી જાય છે ગઇકાલે ઉના શહેરમાં અર્ધો ઇંચ તથા ગ્રામ્ય વિસ્તારમાં ૧ ઇંચ વરસાદ પડી ગયો હતો રાવલ ડેમમાં પાણીની આવક વધતા ડેમના ર દરવાજા ર ફુટ ખોલ્યા છે.

ઉના શહેરમાં ગઇકાલે ઝાપટા સ્વરૂપે ૧ કલાક વરસાદ વરસી જતા ૧ર મી.મી. (અડધો ઇંચ) વરસાદ વરસી ગયો છે. મોસમનો કુલ ૪૭૧ મી.મી. (૧૯ ઇંચ) નોંધાયો છે તેમજ ઉના-ગીરગઢડા દિવસને પીવાનું પાણી પુરૂ પાડતો રાવલ ડેમમાં પાણીની આવક આવતા આજે ૧૭.૭૦ મીટર લેવલ જાળવા બે દરવાજા ૧ ફુટ ખોલવામાં આવતા ડેમ હેઠળ આવતા ગીરગઢડા તાલુકાના ચીખલ કુબા, ધોકડવા, મહોબતપરા, જશાધાર તથા કાંધી, કાણેકબરડા, માથેકપુર ગરાળા, મોઢા, મોટા સમઢીયાળા, પડાયાદર, પાણપુર, રામેશ્વર, સામતેર, સંજવાપુર, ઉમેજ, સતખડા, ખત્રીવાડા સહીત ૧૯ ગામને સાવચેત કરાયા છે. નદી પાસે આવક જાવક કરવી નહી તેવી સુચના અપાઇ છે.

(11:42 am IST)