સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st July 2021

મોરબીની એલ ઈ કોલેજમાં નવા કોર્ષ શરુ કરવા, સ્પોર્ટ્સ એકેડેમી બનાવવા માંગ.

મોરબીમાં ગુજરાતની સૌથી જૂની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ આવેલ હોય જેમાં નવા કોર્ષ શરુ કરવામાં આવે તેમજ સ્પોર્ટ્સ એકેડેમીની જરૂરિયાત હોય જેથી સ્પોર્ટ્સ એકેડેમી બનાવવાની દિશામાં સાર્થક કદમ ઉઠાવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
ઇન્ટર નેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબીના રાજવી પરિવારના સહયોગથી મોરબીમાં લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ આઝાદીના સમયથી કાર્યરત છે હાલ કોલેજમાં માત્ર આઠ કોર્ષ જ ચાલે છે જેમાં વધારો કરવાની જરૂરત છે કોલેજમાં મોરબીના સિરામિક ઉદ્યોગને લગતા સિરામિક એન્જીનીયરીંગ ડીગ્રી કોર્ષ તેમજ ટેક્ષટાઈલ્સ એન્જીનીયરીંગ કોર્ષ, એન્વાયર્મેન્ટ એન્જીનીયરીંગ નો કોર્ષ, કોમ્પુટર એન્જીનીયરીંગનો કોર્ષ, ઈલેક્ટ્રોનિક કોમ્યુનીકેશનનો કોર્ષ, મરીન એન્જીનીયરીંગનો કોર્ષ, ઓટો મોબાઈલ એન્જીનીયરીંગનો કોર્ષ, એરોનોટીકલ એન્જીનીયરીંગનો કોર્ષ તેમજ અન્ય જરૂરી કોર્ષ શરુ કરવા માંગ કરી છે કોલેજ કેમ્પસમાં જુના બિલ્ડીંગ આવેલ છે તેમજ રેલ્વેની જમીન પણ છે જ્યાં ઓછા ખર્ચમાં બીજા કોર્ષ ચાલુ કરીને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે સારો મોકો મળી શકશે
તે ઉપરાંત મોરબીમાં એક સ્પોર્ટ્સ એકેડેમીની જરૂરત હોય જે કોલેજ કેમ્પસમાં થઇ સકે તેમ હોય જેથી આ અંગે યોગ્ય વિચારણા કરીને સાર્થક કદમ ઉઠાવવા માંગ કરવામાં આવી છે

(10:39 pm IST)