સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st July 2021

કોરોનાના આર્થિક સંકટ વચ્ચે ઝઝૂમતા વ્યાપારીઓ અને ખાતેદારો માથે આકરો ચાર્જ ઠોકનાર બેંકો લુંટવાનું બંધ કરે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાની રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧: (ભુજ) કચ્છમાં બેકો દ્વારા વેપારીઓના અને ગ્રાહકોના ખાતામાંથી કાયદામાં ન હોય તેવા ચાર્જિસ લગાડીને વેપારીઓને આર્થિક રીતે નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તે બાબતે રાજયના પૂર્વ મંત્રીશ્રી તારાચંદભાઇ છેડાએ દેશના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ધ્યાન દોરીને યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે. શ્રી તારાચંદભાઇ છેડાએ કોરોના કાળમાં વેપારીઓ જયારે આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે ત્યારે તેમને મદદરૂપ થવાને બદલે કચ્છની બેન્કો દ્વારા જે કાર્યવાહી થઇ રહી છે તેના ઉપર રોક લગાવીને વેપારીઓ તથા ગ્રાહકોને મદદરૂપ થવા શ્રી છેડાએ જણાવ્યું છે. હાલે લોકડાઉનના સમય દરમ્યાન કચ્છમાં બેન્કોની થાપણો વધી છે અને સેવાઓ ઘટી છે, ત્યારે બેન્કના બેફામ બનેલા વહીવટ સામે કાર્યવાહી કરવા તારાચંદભાઇ છેડાએ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને અપીલ કરી છે.

(3:58 pm IST)