સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st July 2020

ધોરાજીમાં એક જ પરિવારના ત્રણ સહીત વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાતા ફફડાટ :કુલ કેસ 24 થયા

રૂષિરાજ સોસાયટી જેતપુર રોડ પર રહેતા પરિવારના ત્રણ સભ્યો,આવેલ ચોક પસે રહેતા આધેડ અને જમનાવડના યુવાનને કોરોના વળગ્યો

ધોરાજી શહેરમાં અને તાલુકામાં કોરોના પોઝિટિવના પાંચ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ છવાયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીમાં એક સાથે પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં એક જ પરિવારના જેન્તીભાઈ મોહનભાઈ અંટાળાં (ઉંમર વર્ષ 60 ) અનસુયાબેન જયંતીલાલ અંટાળા( ઉંમર ૫૮ ) રૂપાબેન પિયુષભાઈ અંટાળા ) ઉમર વર્ષ 38) ( રહે ઋષિરાજ સોસાયટી જેતપુર રોડ ધોરાજી) તેમજ  ગોવિંદભાઈ પ્રહલાદભાઈ પટેલ ( ઉંમર વર્ષ 50 ) ( રહે આવેલા ચોક મેલડી માં મંદિર વાળી શેરી)  અને  ધોરાજી તાલુકાના જમનાવડ ગામ ખાતે રહેતા કમલેશ ખીમજીભાઈ વાઘમશી (ઉંમર વર્ષ 33 ખોડીયાર મંદિર પાસે જમનાવડ તાલુકો ધોરાજી)  એક સાથે પાંચ કેસ નોંધાતા ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમાર જોશી પી.એસ.આઇ શૈલેષ વસાવા મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા તેમજ આરોગ્ય ની ટીમ તાત્કાલિક દોડી ગઇ હતી આ સાથે ધોરાજી નગરપાલિકાની ટીમ પણ હોમ કોરોન્ટાઇન કરવા બાબતે સ્થળ ઉપર પહોંચી ગઇ હતી
ધોરાજીમાં બે દિવસ પહેલા પાંચ કેસ નોંધાયા હતા ફરી આજે એક સાથે પાંચ કેસ નોંધાતા અત્યાર સુધીમાં ટોટલ 24 કેસ કોરોના પોઝિટીવ થઇ ગયા છે અને એક નું અવસાન થયું છે
હાલમાં ધોરાજી ની અંદર કોરોના કેસે હાહાકાર મચાવી દીધો છે ધોરાજી શહેરના તમામ વિસ્તારો આવરી લીધા છે ત્યારે આરોગ્યતંત્રની ઘોર બેદરકારી હોય તેવું જાહેરમાં જોવા મળી રહ્યું છે તાત્કાલિક અસરથી જે પ્રકારે પગલાં લેવા જોઈએ તે પ્રકારના પગલાં લેવાતા નથી અને કઈ પ્રકારે કોરોના પોઝિટીવ થઇ રહ્યા છે તેની પ્રજા સુધી કોઇપણ પ્રકારની માહિતી પહોંચતી નથી જેના અનુસંધાનમાં પ્રજાને પણ આરોગ્ય તંત્ર સામે રોષ વ્યાપી ગયો છે

(6:55 pm IST)