સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st July 2020

મોરબીના ખાખરાળા પાસે ગોડાઉનમાં આગ ભભુકી

મોરબીઃ મોરબીના ખાખરાળા ગામ નજીક સ્થિત ઓમ પ્લાસ્ટિક નામની ફેકટરીના ગોડાઉનમાં આગ લાગી હતી. જેની જાણ થતા મોરબી ફાયરની બે ટીમ દોડી ગઇ હતી. જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોય જેથી ફાયર ટીમોએ બે કલાકથી વધુ સમય જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ .મોરબી)

(1:10 pm IST)