સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st July 2020

જસદણ વિંછીયા પંથકમાં અનલોક-૧ શરૂ થતાં જ કેસોનો વધારો ચિંતાજનક બન્યો

લોકડાઉન દરમ્યાન એક પણ કેસ નહોતો તેવા : જાગૃત નાગરિકોનો એકજ શુર.. પોલીસ રેવન્યુ-આરોગ્ય તંત્ર -માસ્ક સોશ્યલ ડીસ્ટન્સ માટે કડક બને

જસદણ, તા.૧ : જસદણ-વિંછીયા પંથકમાં લોકડાઉન દરમ્યાન એક પણ કોરોના પોઝીટીવ કેસ આવ્યો ન હતો, પરંતુ જયારથી અનલોકડાઉન થયું છે ત્યારથી શહેર પંથકમાં કોવિડ-૧૯થી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પહેલા આટકોટ, વીરનગર, જંગવડ, જસદણ-લીલાપુર, વિંછીયા, દોલતપર, સહિત શહેર પંથકમાં કોરોના પોઝીટીવ આવ્યા છે.

બે-ત્રણ દિવસ અગાઉ જસદણ, આટોકટ, દોલપતપર, એક-એક કેસ આવ્યા બાદ બીજા દિવસે પણ ત્રણ કેસ આવ્યા હતાં તો પરમ દિવસે વિંછીયામાં એક અને ગઇકાલે જસદણ પીજીવીસીએલમાં ફરજ બજાવતા જયંતીભાઇ બચુભાઇ મકવાણાને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી. સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે જેથી અનલોકડાઉન બાદ કેસ વધતા તંત્ર દ્વારા બે- ગજની દૂરી માસ્ક પહેવું જયા ત્યાં થુંકવું નહીં, ભીડભાડ કરવી નહીં જેવા સરકારના નિયમોનું કડક પાલન કરાવવા માંગ ઉઠી છે.

ઘણા બેદરકારો એવું કહે છે કે ભગવાનની મરજી હશે છે તે થશે કેટલાક દીવસ કોરોનાથી ડરીને રહેવું તો નિયમોનું ચૂસ્ત પાલન કરનારા જાગૃત લોકોમાં આવા લોકોનો ડર પેદા થયો છે જેથી પોલીસ તંત્ર પાલિકા તંત્ર મામલતદાર તંત્ર આરોગ્ય તંત્ર કડક અમલવારી કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.

(11:33 am IST)