સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

સાંતલપુરના ગોખાતર ગામે મુસ્‍લીમ યુવક દ્વારા યુવતી સાથે દુષ્‍કર્મઃ ઠાકોર સેના લાલઘુમ

પાટણ, તા., ૧: પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામે થોડા દિવસો પહેલા દુષ્‍કર્મની એક ફરીયાદ નોંધાઇ હતી. પીડીતાને દુષ્‍કર્મનો આરોપી ફરી યુવતીનું અપહરણ કરી જતા હોબાળો મચી જવા પામ્‍યો છે. તા.રર મેના રોજ રાત્રીના સમયે યુવતી તેના ઘરના આંગણામાં સુતી હતી તે દરમ્‍યાન ગામનો મુસ્‍લીમ યુવક મલેક સાદિલખાને કીશોરીનું મોઢુ દબાવી તેને બાજુના ખેતરમાં લઇ જઇ તેની સાથે બળજબરી પુર્વક બળાત્‍કાર ગુજાર્યો હતો. કીશોરીએ બુમાબુમ કરતા તેના પિતા આવી પહોંચતા યુવક ફરાર થઇ જવા પામ્‍યો હતો. આ મામલે યુવતીએ પોલીસમાં દુષ્‍કર્મની ફરીયાદ નોંધાવી હતી. તા.૩૧ મી ગઇકાલે સવારે આ આરોપીએ તેના મીત્રોની મદદથી વહેલી સવારે તેનું અપહરણ કરી જતા યુવતીના પિતાને જાણ થતા અને સાંતલપુર પંથકમાં આ વાત વાયુ વેગે ફેલાતા સાંતલપુર-રાધનપુર તેમજ આજુબાજુના ઠાકોર સેનાના લોકો ગોખાતર ગામે ધસી આવ્‍યા હતા. વાતાવરણ તંગ અને અશાંતીનો માહોલ સર્જાયો હતો. કોઇ અનીચ્‍છનીય બનાવ ન બને તે માટે જીલ્લા પોલીસ વડા અશ્વીન ચૌહાણ, રાધનપુર ડીવાયએસપી પાર્જરાજસિંહ ગોહીલ તેમજ એલસીબી એસઓજી ફર્લાકોડ, સ્‍થાનીક પોલીસ સહીત આરોપીને પકડવા ચાર ટીમો બનાવી ર૪ કલાકના એલટીમેટમમાં બન્નેને પકડી પોલીસમાં હાજર કરવા પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે.

 પાટણ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્‍યવસ્‍થા કથળી જવા પામી છે. અસામાજીક તત્‍વો બેફામ બન્‍યા છે. દારૂ-જુગાર  બળાત્‍કાર -ચોરી વિ. ગુન્‍હાઓનું પ્રમાણ ફુલી ફાલી રહયું છે છતા રાજયનું ગૃહ ખાતુ  મૌન ધારણ કરી રહયું છે.

(4:20 pm IST)