સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

જૂનાગઢમાં રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલા પોલીસ કાફલા સાથે ૮ શખ્સોની માથાકુટ

૪ મોટર સાયકલ પર આવેલા ઇસમોની દાદાગીરી

જૂનાગઢ તા. ૧: જૂનાગઢમાં રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલા પોલીસ કાફલા સાથે ૪ મોટર સાયકલ પર આવેલા ૮ શખ્સોએ માથાકુટ કરી ફરજમાં રૂકાવટ કરતા પોલીસ બેડામાં હલચલ મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ રાત્રે સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.

ત્યારે ગાંધીગ્રામ સંજયનગર નજીક આવેલ ગ્રોફેડ તરફ પોલીસ સ્ટાફ જઇ રહ્યો હતો ત્યારે ૪ મોટર સાયકલ પર આવેલા સમીર ડોસા રબારી સહિતનાં ૮ શખ્સોએ પોલીસ સ્ટાફને રોકયો હતો.

તેમજ સમીર ડોસાએ અહિં કેમ આંટા મારો છો તેમ કહી ગાળો કાઢીને માથાકુટ કરી હતી. આ પ્રમાણે તમામ શખ્સો પોલીસની ફરજમાં રૂકાવટ કરીને નાસી યુવરાજસિંહ વિક્રમસિંહની ફરિયાદ સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:58 pm IST)