સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

આઇ.કે. જાડેજાને સુરેન્દ્રનગર જીલ્લામાં લોકસભા ચૂંટણી માટ જવાબદારી સોંપાતા ઉત્સાહ

વઢવાણ તા.૧: સ્વર્ણીમ ગુજરાત ના અધ્યક્ષ અનેધ્રાંગધ્રા મત વિસ્તારના પુર્વ શહેરી વિકાસ મંત્રી શ્રી આઇ.કે. જાડેજાને જિલ્લામાં હવે ૨૦૧૯ માં આવનાર લોકસભા ચૂંટણી ના ખાસ જવાબદારી સ્વરૂપે તેમજ ભાજપના દિલ્હી હાઇકમાંડ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલ છે.

ત્યારે સુરેન્દ્રનગર આવનાર ૨૦૧૯માં લોકસભા માટે તેમની ટીમ અને વર્ક આવતા દિવસોમાં શરૂ કરાશે. જિલ્લામાં લોકસભા માટે બને તેટલા પ્રયાસો સાથે આઇ.કે. જાડેજા ગામડા ઓથી લઇ શહેરના છેવાડાના નાના મોટા તમામ કાર્યકરોને સાથે રાખી અને આગામી લોકસભા માટે કામગીરી કરનાર છે. આ કામગીરી સોંપાતા હાલ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ છવાયો છે.

(1:52 pm IST)