સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ટંકારા તાલુકા એ.બી.સી. એકતા મંચ દ્વારા દબાણ હટાવવાના પ્રશ્ને મામલતદારને આવેદન

ટંકારા, તા., ૧: ટંકારા તાલુકા એબીસી એકતા મંચના પ્રમુખ નાગજીભાઇ ચૌહાણની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા એક તરફી દબાણ હટાવવાની કામગીરી સામે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપેલ છે. સ્થાનીક વહીવટી તંત્ર પોલીસને સાથે રોફ જમાનવી લતીપર, ચોકડી તથા ખીજડીયા ચોકડીએ આવેલ લારી-ગલ્લાઓ તથા કેબીનો હટાવી આનંદની લાગણી અનુભવે છે.

તેનાથી ગરીબ માણસોની રોજી રોટી છિનવાયેલ છે. તેના કુટુંબને ભુખે મરવાનો વારો આવેલ છે.

વહીવટી તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારના દબાણો હટાવાશે તેવી લોક ચર્ચા છે.

વહીવટી તંત્રને સીમતળમાં સરકારી જમીનોમાં થયેલ દબાણો દેખાતા નથી? ગૌચરની જમીનો ઉપરના દબાણો હટાવતા નથીએક પણ સરકારી ખરાબો ખેડયા વગરનો સલામત નથી.

સરકારી જમીન ઉપર ખડકાયેલા બાંધકામો દુર કરવા ગ્રામ પંચાયત દ્વાાર લેખીત રજુઆત કરાયેલ. તે અંગે કાર્યવાહી થતી નથી.

આમ ગરીબ માણસોની રોજી રોટી છીનવવા વહીવટી તંત્ર દ્વારા એક તરફી કાર્યવાહી થશે તો ઓ.બી.સી. સમાજને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જરુર પડયે ઉગ્ર આંદોલન તથા ટંકારા બંધના એલાન આપવાની ફરજ પડશે.

(1:48 pm IST)