સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

મોરબીમાં હનીટ્રેપ ગોઠવી તોડ કરનારા પોલીસ કર્મચારી સહિત બે જેલહવાલે

મોરબી, તા.૧: મોરબીમાં હનીટ્રેપ મારફત યુવાન પાસેથી રૂપિયા ખંખેરનાર ગેંગના પોલીસકર્મી સહીત બે આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીઓને જેલહવાલે કરાયા છે.

મોરબીના રહેવાસી સતિષ શિવલાલ જીવાણી નામના યુવાનને આરોપી મનોજ બોરીચાએ સ્નેહા નામની છોકરીને ફરિયાદીનો મોબાઈલ નંબર આપ્યો હતો અને યુવતીએ વાતચીત કરીને તેને મુલાકાત કરવાનું કહીને ગત તા. ૨૫ ના રોજ ખાખરાવાળી મેલડી મંદિર જવાના રસ્તે બોલાવ્યો હતો ત્યારે આરોપી કિશોર હુંબલ પોલીસવાળો અને એક અજાણ્યો ઈસમ એ બંને સ્વીફ્ટ કારમાં આવીને તેને ઢીકા પાટૂ માર મારી અપહરણ કરી ગાડીમાં લઇ જઇને આરોપી કિશોર હુંબલ તેને પોલીસ કેસ કરવાની ધમકી આપી રોકડ ૮૦,૦૦૦ રૂપિયા પડાવી ગયાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ બાદ તાલુકા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને આરોપી પોલીસકર્મી કિશોર હુંબલ અને મનોજ બોરીચાને ઝડપી લઈને બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીને જેલહવાલે કરાયા છે.

(1:48 pm IST)