સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

બે વર્ષથી 'અંધ' બની ગયેલ જામજોધપુરના સમાણાના યુવાન પ્રકાશ પરમારનો આપઘાત

જામનગર તા. ૧ : સમાણા ગામે રહેતા પ્રવીણભાઈ કાનાભાઈ પરમાર, ઉ.વ.ર૬, એ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પ્રકાશ કાનાભાઈ પરમાર, ઉ.વ.૩૦, રે. સમાણા ગામ, તા.જામજોધપુર છેલ્લા બે વર્ષથી સુરદાસ થઈ ગયેલ હોય જેથી તેઓને કંઈ સુજતુ કે દેખાતુ ન હોય જેથી કંટાળી જઈ પોતાના હાથે છત ના હુકમા ચુંદડી (ઓઢણી) વડે ગળા ફાંસો ખાઈ મરણ ગયેલ છે.

ગોરખડી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, ગોરખડી ગામે ભરતભાઈ દેવજી તાળા, રંજનબેન લક્ષ્મીચંદ ડોડાયા, ઈલાબેન હરેશભાઈ બગડા, મણીબેન ભીખાભાઈ મુન, રે. ગોરખડી ગામ, તા.જામજોધપુર જાહેરમાં ગોળ કુંડાળુ વાળી  જુગાર રમતા રૂ. ૩૬૦૦ તથા ગંજીપતાના પાના નંગ–પર સાથે ઝડપાઈ ગયેલ છે.

દેશી દારૂના જથ્થા સાથે ફરાર

અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાધાબેન હરદાસભાઈ ગોજીયા એ ફરીયાદ નોંધાવી છે કે, હરીયા કોલેજ રોડ પર સિઘ્ધાર્થ હોટલ પાછળ કૈલાશનગર શેરી નં.–પ જામનગરમાં શબીરભાઈ લાદેનભાઈ સીપાઈ ફોરવ્હીલ ફોર્ડ ફીએસ્ટા કર જેના રજી.નં. જી.જે.૧૦–એ.સી.–૪૭૩૧ જેની કિંમત રૂ.૧,પ૦,૦૦૦નો  દેશી પીવાનો દારૂ લીટર પ૦૦ જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ તથા મોબાઈલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦ મળી કુલ રૂ.૧,૬૦,પ૦૦ ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન નાશી ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:46 pm IST)