સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

બાબરા પાલિકા પ્રમુખ ખીમજી મારૂના પિતાને કેરોસીન છાંટીને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ : પિતરાઇ ભાઇઓએ હુમલો કર્યાનું ખુલ્‍યું

બાબરા તા. ૧ : અમરેલીના બાબરા પાલિકાના પ્રમુખ ખીમજી મારૂના પિતાને કેરોસીન છાંટીને સળગાવી દેવાનો પ્રસાય કરવામાં આવ્‍યાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે. અધિકારિક સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે પાલિકા પ્રમુખના પિતા પર હુમલો કરનાર તેમના પરિવારના જ સભ્‍યો છે.

મળી રહેલી માહિતી પ્રમાણે પાલિકા પ્રમુખના પિતા પર પ્રમુખના પિતરાઇ ભાઇએ જ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના પરિવારના વિખવાદને કારણે થયો હતો.

અંગત અદાવતને કારણે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. હુમલો કરનાર પાલિક પ્રમુખના પિતરાઈ ઉપર પણ કેટલાક લોકોએ હુમલો કરતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્‍યો છે. હાલમાં પાલિકા પ્રમુખના પિતા અને પિતરાઇ બંને હોસ્‍પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસે આ કેસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

(1:25 pm IST)