સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ભાઇએ ભાઇ ઉપર હૂમલો કર્યાની ઘટનામાં લઘુબંધુનું મોત : કોળી પરિવારમાં બનાવ

ભાઇએ ભાઇ ઉપર હૂમલો કર્યાની ઘટનામાં લઘુબંધુનું મોત : કોળી પરિવારમાં બનાવ

જામનગર : અહીં જુના રેલ્‍વે સ્‍ટેશનના પાણીના ટાંકા પાસે રહેતા ગોવિંદભાઈ નથુભાઈ માંગેચા નામના ૬પ વર્ષના કોડી જ્ઞાતિના વૃઘ્‍ધ ઉપર તેમજ નાનાભાઈ સુભાષભાઈ નથુભાઈ ઉ.વ.પ૦ અને તેના બે પુત્રો કરણ અને અર્જુન વગેરેએ લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી જેથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં લઈ આવતા બપોર પછી તેમનું ઓપરેશન પણ કરાયું હતું આ દરમ્‍યાન એકાએક તબીયત લથડી હતી અને સારવાર દરમ્‍યાન તેઓનું મૃત્‍યું નિપજયું હતું જેથી આ બનાવ હત્‍યામાં પલટાયો છે અને સીટી ભબીભ ડિવીઝન પોલીસે આ પ્રકરણમાં કલમ ૩૦ર નો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

રીક્ષાને હડફેટે લેતા મોત

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં શાંતીબેન દિનેશભાઈ મોહનભાઈ ભુરીયા, ઉ.વ.૪૦ એ ફરીયાદ નોંધાવી છે કે, ત્રણ પાટીયાથી લાલપુર તરફ આવતા રોડ ઉપર પ્રાઈવેટ ટ્રાવેલ્‍સનો ચાલક શાંતીબેનના પિતા મગન ભાઈ ઉ.વ.૬૦ વાળા બેઠેલ તે રીક્ષા છકડાને પાછળથી હડફેટે લેતા રીક્ષા પલ્‍ટી જતા ફરીયાદી શાંતાબેનને જમણી આંખે તથા શરીરે તથા રીક્ષા ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી તેમજ ફરીયાદી શાંતીબેનના પિતા મગનભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી નાશી જઈ ગુનો કરેલ છે.

(12:31 pm IST)