સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

શ્રી કાલાવડ તાલુકા લેઉઆ પટેલ સેવા સમાજ કાલાવડ સંચાલીત

શ્રી બી.બી. એન્‍ડ પી.બી. હિરપરા કન્‍યા વિદ્યાલયનું ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું ઉત્‍કૃષ્‍ઠ પરિણામ

કાલાવડ તા. ૧: શ્રી કાલાવડ તાલુકા લેઉઆ પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી બી.બી. એન્‍ડ પી.બી. હિરપરા કન્‍યા વિદ્યાલય તથા શ્રી કન્‍યા પ્રાથમિક વિદ્યાલય તથા શ્રી અકબરી કન્‍યા છાત્રાલય-કાલાવડનું ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું ઉત્‍કૃષ્‍ઠ પરિણામ આવેલ છે.

માર્ચ ૨૦૧૮ની ધો.૧૨ સામાન્‍ય પ્રવાહની લેવાયેલ પરીક્ષામાં કાલાવડની શ્રી બી.બી. એન્‍ડ પી.બી. હિરપરા કન્‍યા વિદ્યાલય શૈક્ષણિક સંકુલે ૯૯ પીઆરના આંકડા પાર કર્યા છે.કોમર્સમાં ભંડેરી નેન્‍સી રમેશભાઇ ૯૯.૩પ પીઆર સાથે પ્રથમ, ઘાડિયા બંસી હેમંતભાઇ ૯૯.૨૩ પીઆર સાથે દ્વિતીય તથા ટીંબડીયા ધૃત્‍વી તુલસીભાઇએ ૯૮.૯૨ પીઆર સાથે તૃત્‍ય ક્રમ મેળવ્‍યો છે.

જ્‍યારે આર્ટસમાં ગજેરા નેન્‍સી મગનભાઇ ૯૭.૭૦ પીઆર સાથે પ્રથમ, પાંભર રિદ્ધિ દેવશીભાઇ ૯૭.૦૯ પીઆર સાથે દ્વિતીય તથા ફળદુ જાન્‍વી દીનેશભાઇએ ૯૬.૫૪ પીઆર સાથે તૃતિય ક્રમ મેળવ્‍યો છે.

૯૫થી વધુ પી.આર. ૨૭ વિદ્યાર્થીનીઓ, ૯૦થી ૯૫ પી.આર. ૩પ અને ૭૦થી ઉપર પી.આર. ૭૩ વિદ્યાર્નીઓએ મેળવ્‍યો છે.

૧૯૧માંથી ૧૩પ વિદ્યાર્થીની ઉંચી પી.આર., પ્રથમ, દ્વિતીય, તૃતિય નંબર મેળવનાર તથા ઉંચી પી.આર. મેળવનાર વિદ્યાર્થીનીઓએ સર્વનું ગૌરવ વધારે છે. તેથી શૈક્ષણિક સંકુલના સર્વ દાતાશ્રી તથા ટ્રસ્‍ટીશ્રીઓ તથા આચાર્યાશ્રી તથા શૈક્ષણિક સંકુલના સ્‍ટાફે અભિનંદન પાઠવ્‍યા છે.

(12:18 pm IST)