સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

વેરાવળમાં પવિત્ર રમઝાન માસમાં બાળકોએ રોઝા રાખી પાણી બચાવોનો સંદેશો ઘરે ઘરે ગુંજતો કયો

ગીર સોમનાથ, તા.૧:  એન.એસ.એ; યુનીટ આઇ.ડી.ચૈાહાણ હાઇસ્કુલ, વેરાવળનાં વિદ્યાર્થીઓએ સરકારનાં સુજલામ સુફલામ અભિયાનમાં સહભાગી થવાનો અનોખો રસ્તો અખત્યાર કર્યો હતો. આ બાળકોએ વેરાવળનાં ઘરે-ઘરે જઇ જળ બચાવોનો સંદેશો ગુંજતો કર્યો હતો.

મુશ્લીમ બિરાદરોનાં પવિત્ર રમઝાન માસમાં એન.એસ.એસ. યુનિટ ના બાળકોએ ધોમધખતા તાપમાં પણ રોઝા રાખી વેરાવળનાં ૨૩૫૨ ઘરની મુલાકાત લીધી હતી. ૨૩૫૨ ઘરની મુલાકાત લઇ વિશેષ પણે મહિલાઓને જળ એ જીવન છે તેનો સંદેશો આપી સ્વચ્છતાનાં ફાયદાઓ વિશે પણ સમજણ આપી હતી.

આઇ.ડી.ચૈાહાણ હાઇસ્કુલનાં આચાર્ય શ્રી કાલવાત તથા એન.એસ.એસ. યુનિટનાં ટી.એફ.સૈયાદનાં માર્ગદર્શન તળે આ બાળકોએ વેરાવળ અને પ્રભાસ-પાંટણ વિસ્તારમાં સતત ૧૪ દિવસ સુધી જુદા-જુદા વિસ્તારમાં ડોર-ટુ-ડોર મુલાકાત લઇ ભુગર્ભ ગટર અને પાણીનાં કરકસર પૂર્ણ ઉપયોગ અંગે જાણકારી આપી પત્રીકાઓનું વિતરણ કર્યું હતું.

આ અભિયાનમાં સહભાગી બાસીદ અને કુરેશી સુહેલે જણાવ્યું હતું કે, અમને પાણી બચાવો અભિયાનમાં જોડાવાનો આનંદ હતો. અમે જયારે દ્યરે-દ્યરે મુલાકાતે જતા ત્યારે ખુબ સારો પ્રતિસાદ મળતો હતો. લોકો સ્વયંભુ પાણીનું મુલ્ય સમજતા થયા છે. અમારા આ અભિયાન માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ વિશેષપણે અમને પ્રોત્સાહિત કર્યા હતા.

(12:04 pm IST)