સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

જુનાગઢ : રોજગારીની ઉમદા તક પુરી પાડતો બેકરીઉદ્યોગ

જુનાગઢ : કૃષિયુનિવર્સિટી, જુનાગઢ ખાતે પીડીલાઇટ મહુવા સંસ્થા દ્વારા મહુવા તાલુકાના ૩૦ બહેનોનો પ દિવસના બેકરી તાલીમ કાર્યક્રમ નાં ઉદઘાટન વિસ્તરણ શિક્ષણનિયામકશ્રી નાં વરદ હસ્તે બેકરીની તાલીમલીધેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે ડો. એ.એમ. પારખીયાએ જણાવ્યું કે, હાલ કુપોષણ ધીમે ધીમે વધતુ જાય છે. જેનો ભોગ વધુ પડતા બાળકો બને છે. આવી સ્થિતિમાં સાત્વિક ખોરાક મળી રહે અને બહારની વાનગીઓ દ્વારા થતાં રોગચાળા તથા બીમારીઓનો ભોગ બનવું પડે છે. તે માટે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. બધા જ પોષક તત્વો, વિટામીન વગેરે મળી રહે તે હેતુ થી અહી બેકરી શાળા દ્વારા બેકરી તાલીમ આપવામાં આવે છે. જેમાં પોતાના જ ઘરે અને પોતાના જ વાસણમાં બેકરીને વાનગીઓ બનાવી શકે જેથી આર્થિક ફાયદો તો થાય ઉપરાંત શુધ્ધ સાત્વીક વાનગી તથા પુરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામીન યુકતબનાવટો મળી શકે. આજે બેકરી ઉદ્યોગનું મહત્વ ખુબજ વધ્યું છે. બીજા ઉદ્યોગની જેમ તેને પણ લધુ ઉદ્યોગ તરીકે સ્વીકારવામા઼ આવેલ છે. જેમાં રોકાણ ઓછું કરવું પડે છે. આજે ખોરાકમાં ખુબ જ વિવિધતા આવી રહી છે. જેમાં બેકરીની વસ્તુઓનો વધારે વપરાશ થાય છે. આ પ્રસંગે બેકરી શાળાનાં આચાર્યશ્રી એમ.બી. કપોપરા તથા સ્ટાફ ઉપસ્થિત હતો તે પ્રસંગની તસ્વીર.

(12:03 pm IST)