સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

પોરબંદર જિલ્લા માહિતી કચેરીના ટેકનીકલ આસીસ્ટન્ટ નો ડી.એ ભાડજા નિવૃતિ વિદાયમાન સમારોહ યોજાયો

પોરબંદર, તા.૧: પોરબંદર જિલ્લા માહિતી કચેરીના ટેકનીકલ આસીસ્ટન્ટ શ્રી ડી.એ. ભાડજાને નિવૃતિ વિદાય માન  આપવામાં આવ્યું હતું.જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ શ્રી ભાડજાની પ્રમાણીક,કર્મશીલ અને ખંતપુર્વકની સેવાને કર્મયોગીઓ માટે પથદર્શક બતાવી હતી.

પોરબંદર જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક જે.ડી. ત્રિવેદીએ જણાવ્યું હતું કે  ભાડજાએ હંમેશા ખંતપુર્વક નોકરી કરી છે. તેઓ રૂરલ બ્રોડકાસ્ટ બ્રાંચના ટેકનીકલ આસીસ્ટન્ટ હોવા છતા વહિવટી બાબતો વિશે નિપુણતા મેળવી હતી.  વીડીયો અને ફિલ્મ એડીટીંગ, હિસાબ, વાહન અને પ્લાન્ટ મશીનરી  તેમની કામગીરી સરાહનીય રહી છે. શ્રી ભાડજાભાઇનું નિવૃતિ પછીનું જીવન સુખમય અને નિરોગી રહે તેવી તેમણે શુભેચ્છા આપી હતી.  ડી.એ. ભાડજાને સાકર, શ્રીફળ સાથે શાલ ઓઢાડી  જે.ડી. ત્રિવેદીએ  સટાફ વતી શુભકામના આપી હતી.

 આ તકે  ઇનચાર્જ માહિતી મદદનીશ  નરેશ મહેતા,  રશ્મિન યાજ્ઞિક, દિનેશ નાકરાણી, એસ.એન.જાડેજા, કેશુભાઇ જાડેજાએ પણ  ધીરજલાલ ભાડજાની સેવાને બિરદાવી હતી. પોરબંદર માહિતી પરિવારે આપેલા અદકેરા વિદાયમાનથી ભાવુક થઇ  ડી. એ. ભાડજાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં વર્ષ ૨૦૧૩થી તેમની સેવા યાદગાર રહી છે. કર્મચારી- અધિકારી દ્વારા માન સન્માન પ્રેમભાવ મળ્યા છે. કચ્છથી સેવાનો પ્રાંરભ કરી ૩૭ વર્ષ સુધી સરકારની સેવા કરવાની તક મળી તે અંગે સંતોષની લાગણી વ્યકત કરી હતી. જૂનાગઢ, અમરેલી ખોતની સેવાના પણ સંસ્મરણો વ્યકત કર્યા હતા.  ડી. એ ભાડજા જૂનાગઢ નજીક  ખડપીપળી  ગામના વતની છે. તેમના પુત્ર રિધમ ભાડજાએ યુપીએસસીની પરિક્ષા ઉતીર્ણ કરીને હાલ કેગમાં વરિષ્ડ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમના પત્ની જૂનાગઢ ખાતે સિંચાઇ ખાતામાં ફરજ  બજાવે છે.        

(12:03 pm IST)