સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

તળાજા ન.પા. એ ખોદેલ ખાડો અકસ્માત નોતરે છે

પંદર દિવસથી શાકમાર્કેટ પાસે ખોદાયેલ મોટા ખાડામાં આખુ વાહન સમાઇ જાય તેમ છે.

તળાજા તા ૩૧ : તળાજા નગર પાલીકા દ્વારા શાક માર્કેટ પાસે ટ્રાફીકથી સતત ગીચ રહેતા એવા પાવડી જવાના માર્ગ પર મોટો ખાડો ખોદવામાં આવ્યો છે ખાડો ખોદાયો અને ગારનુ મરામત થયે પંદર દિવસ થવા આવવા છતા ખાડો ન પુરાતા જીવલેણ અકસ્માતનો ભય સ્થાનીકોને સતાવી રહ્યો છે.

નગરપાલીકા દ્વારા નગરમાં ચાલતા કામો જયારે ઓરંભે ચડયા હોઇ અતવા તો ઠપ થઇને પડયા હોઇ ત્યાર. ચુટાયેલ પ્રતિનીધી અને પાલીકાના કર્મચારી ની બે ેજવાબદારી છતી થતી હોય છે. સાથે જાગૃતતાનો અભાવ લોકોન ેનરી આંખે દેખાય છે.

તળાજા ની શાકમાર્કેટપાસે ના દુકાનદારો ના જણાવ્યા પ્રમાણે પાલીકા દ્વારા પંદરેક દિવસ પહેલા ગારની મરામત માટે અહીં વિશાળ કહી શકાય તેવો ખાડો ખોદવામાં આવેલ. મો.સા.,છકડા જેવું વાહન આખું અંદર ઘુસી જાય તેટલો મોટો ખાડો ૨૪ કલાક વાહનો ની અવર જવર વાળા વિસ્તારમાં ખોદાયેલ, પંદર દિવસથી છે, પરંતુ મરામત થઇ જવા છતા પાલીક તંત્ર બુરવાની તસ્દી લેતુ નથી જેના કારણે મોટો અકસ્માત થવાની ભીતી દુકાનદારો સેવી રહ્યા છે.

(12:01 pm IST)