સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

પ્રાંચી નજીક ટ્રક પલ્ટી મારી ગયો

પ્રાંચી : સુત્રાપાડા તાલુકાના અમરાપુર અને થરેલી ગામની વચ્ચે સ્ટીયરીંગ ઉપરનો કાબુ  ગુમાવી દેતા જીજે ૦૭વાય ૫૩૬૩ નંબર નો ટ્રક સિટ્રી સિમેન્ટ કંપની માંથી સિમેન્ટ ભરી અમરાપુર ડાટક બાજુ જઇ રહયો હતો અને અચાનક કાબુ ગુમાવી બેસતા ટ્રક પલ્ટી મારી ગયેલ જેમાં ડ્રાઇવર નો આબાદ બચાવ થયેલ. આ રસ્તા ઉપર થોડા દિવસ પહેલા એક ટ્રક ૧૦ ફુટ ઊંડી નદીની ખાઇમાં પડી ગયેલ તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ અશોક પાઠક, કોડીનાર)

(12:00 pm IST)