૭દિથી ઘરેથી ગુમ ગારીયાધારના વાલર યુવાનની કુવામાંથી લાશ મળી
ગારીયાધાર તા.૧: ગારીયાધારના રૂપાવટી રોડ પર બપોરના વાડી વિસ્તાર નજીક ભારે ગંધ આવતા વટે માર્ગુઓએ તપાસ કરતા કોઇ ઇસમની કુવામાં લાશ મતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે ન.પા. ના ફાયર ફાઇટર વિભાગને જાણ કરીને રમેશભાઇ મકવાણા અને વલ્લભભાઇ મકવાણા (પુજારી) બંન્ને એ ૨ કલાકની જહેમત બાદ આ અજાણ્યા યુવકની પાણીમાં ચુંથાયેલી લાશ ૮૦ ફુટ ઊંડેથી બહાર કાઢવામાં આવી હતી.
જયારે પોલીસ તંત્ર દ્વારા આ અજાણ્યા યુવકની તપાસ કરતા આ આસ્થિર મગજનો યુવક ગારીયાધાર શહેરના ડબ્બા લાઇન વિસ્તારમાં રહેતા હરેશ પોપટભાઇ વાલર (ઉ.વ.૨૯) હોવાનું ખુલ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને તંત્ર સાથે મુન્નાભાઇ રજપૂત, વસંતભાઇ ગોથાણી અને આસીફભાઇ લોહીયા સહિતની આગેવાનો ખડેપગે જોવા મળ્યા હતા.