સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ખંભાળીયાઃ દ્વિચક્રી વાહનોના નંબર માટે ઓનલાઇન હરરાજી

     ખંભાળીયા, તા.૧: સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ખંભાલીયા દ્વારા મોટર સાયકલ(દ્વિચક્રીય) વાહનો ના બાકી રહેલ ગોલ્ડન તથા સિલ્વર નંબર સીરીઝ જીજે ૩૭ ડી(GJ37D)અને જીજે ૩૭ ઈ(GJ37E) તથા મોટરકાર જી જે ૩૭ બી (GJ37B) માટેની ઓનલાઈન હરાજી કરવામાં આવનાર છે.

સદર સીરીઝ પસંદગીનો નંબર ઓનલાઈન હરાજી થી મેળવવા ઇચ્છનાર વાહન માલિકો એ તારીખ ૧-૬-૨૦૧૮ થી ૧૦-૬-૨૦૧૮સુધી ‘parivahan.gov.in/fancy“ ની વેબસાઈટ ઉપરથી તેમાં જણાવેલ સુચના અનુસાર જરૂરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

પસંદગીના નંબર માટે તારીખ ૧૧-૦૬-૨૦૧૮ (સવાર ના ૧૦.૦૦ વાગ્યા થી ) ૧૮-૦૬-૨૦૧૮ (સાંજે ૬.૦૦ વાગ્યા) સુધી રજીસ્ટ્રેશન કરાવેલ વાહન માલિકો હરાજી માટે ઓકશન બોલી ભરી શકશે. ગોલ્ડન અને સિલ્વર નંબરોની યાદી એ.આર.ટી.ઓ. કચેરી ખંભાળીયાના નોટીસ બોર્ડ ઉપર રજાના દિવસો સિવાય જોવા મળશે તેમજ વેબસાઈટ પરથી પણ નંબરો ની યાદી જોવા મળશે.

ફાળવવામાં આવેલ તમામ નંબરો ની યાદી તા ૧૯-૦૬-૨૦૧૮ના રોજ ઉકત કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. તેમ એ.આર.ટી.ઓ.શ્રી ખંભાળીયાની યાદીમાં જણાવાયું છે.

વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી નિમિત્તે શિવરાજપુર બીચ પર સફાઇ કામગીરી

દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બિચ ખાતે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી અનુસંધાને તા.૦૨-૦૬-૨૦૧૮ ના રોજ સવારે ૦૮ થી ૧૦-૦૦ કલાક દરમ્યાન એન.જી.ઓ.ના સહયોગથી બીચ પર સફાઇ કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી જે.આર. ડોડીયાના અધ્યક્ષ સ્થાને આ અંગેની બેઠક મળી હતી.

એ.આર.ટી.ઓ દ્વારા દ્વારકા ખાતે કેમ્પ

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ખંભાળીયા દ્વારા દર માસે તાલુકા મથકે રાખવામાં આવતા કાર્યક્રમ મુજબ દ્વારકા ખાતે તા.૨ ના રોજ કેમ્પ યોજાશે. જેની જાણ મોટરીંગ પબ્લીકને થવા એ.આર.ટી.ઓ. ખંભાળીયાની યાદીમાં જણાવાયું છે.

(11:53 am IST)