સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

મોરબીના ભાડિયાદ રોડ પર ગેસની પાઈપલાઈન લીકેજ થતા અફરાતફરી

ખોદકામ વેળાએ ગેસ પાઈપલાઈન લીકેજ થતા GPSC ટીમે દોડી જઈને ચાર વાલ્વ બંધ કરી રીપેરીંગ હાથ ધર્યું

 

મોરબીના ભડિયાદ રોડ પર આજે ગેસની પાઈપલાઈન લીકેજ થતા અફરાતફરી મચી જવા પામી હતી જોકે GSPC ટીમે સમયસર રીપેરીંગ હાથ ધરતા કોઈ દુર્ઘટના સર્જાઈ નથી અને પરિસ્થિતિ કાબુમાં જોવા મળી છે.

   મળતી વિગત મુજબ મોરબીના ભડિયાદ ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળતું ના હોય અને અશુદ્ધ પાણીને પગલે આજે ખોદકામ કરવામાં આવ્યું હતું જે પાણીની પાઈપલાઈન ખોદકામ દરમિયાન ત્યાંથી પસાર થતી ગેસની પાઈપલાઈનમાં લીકેજ થયું હતું જેને પગલે થોડીવાર અફરાતફરી મચી હતી અને GSPC ટીમને જાણ કરવામાં આવતા તુરંત ટીમ દોડી ગઈ હતી

અને ચાર વાલ્વ બંધ કરી દઈને રીપેરીંગ હાથ ધર્યું હતું જોકે ઘટનાને પગલે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી

(11:03 pm IST)