સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

મોરબીના પાડાપુલ પરથી યુવતીએ ઝંપલાવતા મોત

મૃતદેહને પીએમ માટે મોકલી દેવાયો ;યુવતીની ઓળખ મેળવવા તજવીજ

 

મોરબીના પાડાપુલ પરથી આજે બપોરે એક યુવતીએ નીચે ઝંપલાવાતા  યુવતીનું કમકમાટીભયું મોત થયું છે.

 પાડા પુલ પરથી બપોરના સમયે એક યુવતી નીચે કુદી હોવાની જાણ થતા લોકોના ટોળા એકત્ર થયા હતા  જોકે યુવતીએ આપઘાત કર્યો છે કે અકસ્માતે પડી હતી તેની સત્તાવાર કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી અને પુલ પરથી કુદી જનાર યુવતીનું મોત થતા તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે પોલીસે ઓળખ મેળવવા માટેની તજવીજ આદરી છે. જોકે બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

(11:00 pm IST)