સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

રાજુલાના પીપાવાવ શિપયાર્ડમાં બંધ ઓકિસજન પ્લાન્ટ તાકીદે શરૂ કરો

જિલ્લાના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી

રાજુલા - સાવરકુંડલા - દામનગર તા. ૧ : અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી રાજુલના પીપાવાવ શિપયાર્ડમાં બંધ પડેલ ઓકિસજન પ્લાન્ટ તાત્કાલિક અસરથી શરૂ કરવા પત્ર પાઠવી પ્રબળ માંગ કરેલ છેે.

તેઓએ પત્રમાં જણાવ્યું છે કે સમગ્ર દેશ સહિત રાજયમાં કોરોનાની ભયંકર પરિસ્થિતિ છે તે આપણે સૌ જાણીએ છીએ અને ઓકિસજનની પણ ભારે અછત સર્જાય રહી છે લોકો ઓકિસજન વગર મોતના મુખમાં ધકેલાય રહ્યા છે તે પણ એક વરવી વાસ્તવિકતા છે

 આવી કપરી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ શિપયાર્ડમાં બંધ પડેલ ઓકિસજન પ્લાન્ટ કેમ શરૂ કરવામાં આવતો નથી ત્યારે તાકીદે અહીં ઓકિસજનનો પ્લાન્ટ શરૂ કરી લોકોને ઓકિસજનની અછતમાથી બહાર લાવવા જોઈએ.

તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કપરી પરિસ્થિતિમાં ઘણીબધી સામાજિક સંસ્થાઓ ઓકિસજનની બોટલ આપવામાં તેમજ રિફિલિગ કરવામાં આગળ આવી છે જેનાથી ઘણી રાહત છે નહિતર ઓકિસજનના વાંકે મૃત્યુ આંક હજુ ઊંચો ગયો હોત.

અહીં પીપાવાવ શિપયાર્ડમાંવર્ષો પહેલાં ઓકિસજનનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો અને થોડા વર્ષો કાર્યરત બાદ છેલ્લા દસ બાર વરસથી બંધ હાલતમાં છે હાલ આપણે અન્ય દેશમાંથી મોંઘા ભાવે ઓકિસજન આયાત કરી રહ્યા છીએ બિરલા જેવી કમ્પનીઓ ૧૫ દિવસમાં પ્લાન્ટ શરૂ કરી શકતી હોય ત્યારે અહીં પીવવાવમાં ઓકિસજનનો પ્લાન્ટ તાકીદે શરૂ કેમ નો કરી શકીએ તેમ અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતુ.

(12:49 pm IST)