સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

કે.કે.મહેતા સિવિલ હોસ્પિટલ - સાવરકુંડલાના કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાતે પ્રદેશ મંત્રી મહેશભાઇ કસવાલા અને સાંસદ નારણભાઇ કાછડીયા

અમરેલી : કે.કે.મહેતા સીવીલ હોસ્પિટલ–સાવરકુંડલા ખાતે કાર્યરત ડેજીગ્નેટ કોવિડ હેલ્થ સેન્ટરની પ્રદેશ ભાજપ મંત્રી પ્રવકતા મહેશભાઈ કસવાલા અને સાંસદ નારણભાઈ કાછડીયાએ રૂબરૂ મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમ્યાન અગ્રણીઓએ કોરોનાના દર્દીઓની થઈ રહેલ સારવાર, હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ, સફાઈ કામગીરી વિગેરે બાબતે જાત તપાસ કરી માહિતી મેળવેલ હતી અને ફરજ પરના મેડીકલ ઓફીસર અને સ્ટાફ સાથે હાલની પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરેલ હતી. મેડીકલ ઓફીસર અને સ્ટાફને પણ હોસ્પિટલ ખાતે જે કાંઈ સાધન સામગ્રી - સુવિધાઓની જરૂરીયાત હોઈ તે કહેવા જણાવેલ હતુ. જેથી સરકારશ્રી તરફથી જે કાંઈ કરવાનું થશે તે અસરકારક રીતે સરકાર સુધી પહોંચાડી ઘટતુ કરવામાં આવશે તેવી આ બંને જવાબદાર અગ્રણીઓએ ખાત્રી આપેલ હતી. આ મુલાકાત દરમ્યાન તેમની સાથે જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા, એ.પી.એમ.સી. ચેરમેન દીપકભાઈ માલાણી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડયા, નગર પાલીકા સભ્ય કિશોરભાઈ બુહા, ભાજપ અગ્રણીઓ પ્રવિણભાઈ સાવજ, રાજુભાઈ નાગ્રેચા, હેમાંગભાઈ ગઢીયા અને લલીતભાઈ બાળધા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી)

(12:48 pm IST)