સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

ગીર સોમનાથ જીલ્લામાં વેન્ટીલેટરના અભાવે યુવાનોના મૃત્યુ અનેક પરીવારોમાં શોક

૧પ લાખની વસ્તીમાં ફકત પ૦થી વધારે વેન્ટીલેટર ઉપલબ્ધ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧: ગીર સોમનાથ જીલ્લામાં વેન્ટીલેટરના અભાવે યુવાનોના મૃત્યુ થવા લાગેલ છે ઉના યુવાનનું મૃત્યુ થતા ભારે શોક ફેલાયો હતો ૧પ લાખની વસ્તી ધરાવતા જીલ્લામાં ફકત પ૦ થી વધારે વેન્ટીલેટર હોવાનું જાણવા મળેલ છે તો તાત્કાલીક સરકારી, ખાનગી હોસ્પીટલોમાં વેન્ટીલેટરની વ્યવસ્થા થાશે નહી તો આવતા કપરા સમયમાં આવા અનેક બનાવો બનશે તેવી દહેશત ફેલાઈ રહી છે.

વેરાવળ શહેરમાં ખાનગી હોસ્પીટલમાં ૩પ વર્ષના યુવાનનેસારવારમાં લાવેલ હતા વ્હેલીસવારે વેન્ટીલેટર ની જરૂર પડતા તમામ હોસ્પીટલો તેમજ સીવીલ હોસ્પીટલમાં વેન્ટીલેટરમાં દર્દી હતા બે કલાક વેન્ટીલેટરની શોધ કરવા છતા કયાંય વેન્ટીલેટર મળતું ન હતું અમુક હોસ્પીટલોમાં જવાબો પણ મળતાન હતા છેલ્લા એકઅઠવાડીયામાં યુવાનોનો મૃત્યુ આંક વધેલ છે જે ખુબજ ગંભીર બિના છે મૃત્યુ પામનાર યુવાન ને નાના બે બાળકો હોવાથી સમગ્ર વિસ્તારમાં શોકમયવાતાવરણ બનેલ છે જીલ્લામાં છ શહેરો ૩૦૦ વધારે ગામડાઓ ૧પ લાખ ની વસ્તી ફકત વેન્ટીલેટર પ૦ થી વધારે સીવીલ તથા ખાનગી હોસ્પીટલમાં છે સરકાર, ઉદ્યોગો, સંસ્થાઓ, સાંસદ, ધારાસભ્ય આર્થિક સંપન્ન પરીવારો દ્રારા આ વિસ્તારમાં તાત્કાલીક નાનુ અથવા આઈસીયુ વવાળુ વેન્ટીલેટર નું યોગદાન આપી સેવા કરવા માટે માંગ ઉઠી છે.

જીલ્લામાં તાલુકાની મોટી હોસ્પીટલોમાં ખાનગી હોસ્પીટલોમાં ૧૦૦ જેટલા વેન્ટીલેટરો તાત્કાલીક વ્યવસ્થા કરવામાં નહી આવે તો આવતા દિવસોમાં આવા અનેક બનાવો બનશે તેવી દહેશત ફેલાયેલ છે.

(12:47 pm IST)