સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

ગોહિલની ખાણ ગામે દિપડો પાંજરે પૂરાયો

 કોડીનાર :  ગોહિલની ખાણ ગામે સોમંત નદીના કિનારે ઘણા સમયથી દીપડાનો આતંક હતો જેના ડરના હિસાબે ખેડૂતો થર થર ધ્રુજતા હતા આજુબાજુના ખેડૂતોએ સરપંચ ભીખાભાઇ ગોહિલને જાણ કરતા સત્વરે ફોરેસ્ટ વિભાગને જાણ કરીને પાંજરૃં મુકાવેલ ત્યારબાદ ત્રણ દિવસમાં જુદી જુદી જગ્યાએ પાંજરૃં ફેરવી દીપડા જેવા લુપ્ત પ્રાણીને આજ રોજ સવારે પકડી પાડ્યો છે. ફરજ બજાવતા રવિભાઇ મોરી, ગોહિલભાઇ, રઘુભાઇ જાદવ, બધા જ સ્ટાફની સરહાનિય કામગીરી બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

(11:44 am IST)