સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

કચ્છમાં ટેસ્ટ ઘટ્યા સાથે દર્દીઓ પણ ઘટ્યા : નવા ૧૫૭ કેસ, ચોપડે માત્ર ૩ મોત

દર્દીઓ માટે બેડની અછત વચ્ચે તંત્રની પ્રેસનોટમાં ખાલી બેડનો જાદૂઇ આંકડો વધીને ૯૮૭

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧ : કોરોનાના કહેર વચ્ચે તંત્ર આંકડાઓની માયાજાળ સાથે સૌને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યું હોય એવો તાલ છે. કચ્છમાં અત્યારે ટેસ્ટ ઓછા કરવાના ઉપરી આદેશનો ગણગણાટ આરોગ્ય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.

ત્યારે ચોપડે નવા ૧૫૭ કેસ સાથે સારવાર લેતાં દર્દીઓ ૨૩૪૫ દર્શાવાયા છે. જોકે, આંકડાનો ખેલ કેવો છે, કે ચોપડે ત્રણ મોત છે, પણ સ્મશાનમાં દરરોજ ૩૦ થી વધુ લાશને અગ્નિદાહ અપાઈ રહ્યો છે, અંતિમવિધિ માટે તંત્ર સેવાભાવી સસ્થોની મદદ લઈ રહ્યું છે.

એવી જ રીતે ભુજની સરકારી હોસ્પિટલના દ્વાર બંધ કરાયા તે વચ્ચે પણ દર્દીઓને બેડ નં મળતાં હોવાની લાંબા સમયની મુશ્કેલી વચ્ચે પણ તંત્ર ૯૮૭ બેડ ખાલી હોવાનો દાવો કરે છે.

(10:54 am IST)