સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

ટંકારા તાલુકા માટે બે એમ્બ્યુલન્સની ફાળવણી કરતા સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૧ : મોરબી ખાતે પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ સાથે ટંકારાના તાલુકાના આગેવાનોની મીટીંગ યોજાયેલ . સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેલ.

સૌરભભાઇ પટેલ દ્વારા ટંકારા તાલુકાની પરિસ્થિતિની જાણકારી મેળવાયેલ. ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, પ્રભુલાલ કામરીયા તથા નથુભાઈ કડીવાર દ્વારા ટંકારાની તાલુકાની કોરોનાની વિકટ પરિસ્થિતિ અંગે રજૂઆત કરાયેલ.

આરોગ્ય સેવામાં એમ. ડી. ડોકટર ફાળવવા રજુવાત કરાયેલ. ટંકારા કોમ્યુનિટી સેન્ટરમાં ૨૦ વર્ષ જૂની એમ્બ્યુલન્સ છે. જે જરૂરીયાત સમયે ઉપયોગી થતી નથી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એમ્બ્યુલન્સની સુવિધા નથી ઓકિસજનના બાટલા ઓની સુવિધા નથી દર્દીઓની વિકટ પરિસ્થિતિ અંગે જોરદાર રજૂઆત કરાયેલ.

સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયાએ ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે મોટી એમ્બ્યુલન્સ તથા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સ આપવાની જાહેરાત કરેલ અને દશેક દિવસમાં એમ્બ્યુલન્સ મળી જશે એવું જણાવેલ.

ટંકારા તાલુકાનો એમ્બ્યુલન્સનો વર્ષો જૂનો પ્રશ્નનો ઉકેલ હાલ પૂરતો આવેલ છે પરંતુ બીજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે પણ એમ્બ્યુલન્સ ફાળવવાની જરૂરિયાત છે. કોરાનાના કપરા સમયમાં આ એમ્બ્યુલન્સ દર્દીઓને ખુબજ ઉપયોગી બનશે. આગેવાનોએ સૌરભભાઈ પટેલ તથા મોહનભાઈ કુંડારિયાનો આભાર માન્યો હતો.

(10:39 am IST)