સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

ભાણવડ તાલુકાની જનતા માટે આરોગ્યને લગતી સુવિધાઓ સ્વખર્ચે પુરવાર કરતા જીલ્લા પંચાયતના સદસ્ય : કે.ડી.કરમુર

ભાણવડ તા.૧ : ભાણવડ તાલુકાની જનતાની સતત ચિંતા કરતા એવા એક સાચા લોકસેવકનું બિરૂદ આપી શકાય એવુ વ્યકિતત્વ ધરાવતા જી.પં.ના સદસ્ય કે.ડી.કરમુરની આવા કપરા સમયે લોકઉપયોગી સેવાઓ અમુલ્ય છે. જયારથી કોરોના મહામારી ચાલુ થઇ ત્યારથી લોકોની વચ્ચે રહી લોકોને મદદરૂપ થઇ રહ્યા છે.

જયારથી કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારથી કે.ડી.કરમુર દ્વારા હોમિયોપેથીક દવા, માસ્ક, સેનેટાઇઝર આવા પ્રકારની તમામ વસ્તુઓનુ નિઃશુલ્ક વિતરણ કરેલ હતુ અને હાલમાં જયારે અતિ ગંભીર પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે પોતાના મત વિસ્તારના ૧૨ જેટલા ગામોને સેનીટાઇઝ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને આ બધા જ લોકસેવાના કાર્યોનો તમામ ખર્ચ તેમના ટ્રસ્ટ દ્વારા ભોગવવામાં આવી રહ્યો છે.

ભાણવડ સરકારી હોસ્પિટલની વારંવાર મુલાકાત લે છે અને સરકારી હોસ્પિટલમાં ઓકિસજનની બોટલોની ઘટ હતી તે ઘટ પુરવાર કરવા રપ બોટલ તેમના ક્રિષ્ના એજયુકેશન ચેરી.ટ્રસ્ટ  દ્વારા ડોનેટ કરવામાં આવી અને તેનુ રીફીલીંગ પણ તેમના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને હોસ્પિટલમાં ઓકસીજન લાઇન ફીટ કરાવી આપવામાં આવી જેનાથી ૯ બેડને બદલે કુલ ૨૩ બેડમાં ઓકસીજન સપલાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી જેથી સરકારી હોસ્પિટલની સુવિધામાં વધારો થયો.

તેમજ તાલુકા હેલ્થ કચેરી ભાણવડ મોડપર તથા વેરાડ પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે ફેબીફલુ નામની દવા પુરી પાડેલ છે જે હાલના સમયમાં ઘણી ઉપયોગી નીવડે છે આવા પ્રકારની આરોગ્યની અનેક પ્રકારની સુવિધાઓ કે.ડી.કરમુર દ્વારા પુરવાર કરવામાં આવી રહી છે અને લોકોને પુરતી સુવિધા મળી રહે એ હેતુથી ક્રિષ્ના એજયુકેશન ચેરી. ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા પુરી પાડવામાં આવી રહી છે જેનો લાભ અનેક દર્દીઓને મળી રહ્યો છે.

(10:36 am IST)