સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

પ્રભારી મંત્રીની હાજરીમાં મોરબીમાં કોરોનાની સ્થિતિ અંગે રિવ્યુ બેઠક યોજાઈ

કલેકટર કચેરી ખાતે પ્રભારી સચિવ, સાંસદ અને ઉચ્ચ અધિકારીઓની મિટિંગ યોજાઈ

મોરબી : મોરબીની કોરાના મહામારીની સ્થિતિની સમીક્ષા માટે આજે પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રભારી સચિવ, સાંસદ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજે કોરોના સંદર્ભે રિવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં સાસંદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, નિવાસ અધિક કલેક્ટર કેતન જોષી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંગ, જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, ડૉ.સરાડવા, ડૉ. વારેવડીયા, ડૉ. કારોલીયા તથા સંબંધીત અધિકારીઓ હાજર રહ્યા હતા અને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.

(10:17 pm IST)